Oct 22, 2015

Shabda samuh mate ek Shabda

શબ્દસમુહ માટે એક શબ્દ


 
 


શબ્દસમુહ માટે એક શબ્દ

1. અમુક વિષયના નિષ્ણાત વિધ્વાન તજજ્ઞ

2. અનાજ ને દ્ળવાનુ બે પડ વાળુ મશીન ધંટી

4. સૌભાગ્યની નિશાની રૂપે સ્ત્રી ગળામાં પહેરવાનું ધરેણું મંગળસુત્ર

5. લાયકાત કે યોગ્યતાની ખાત્રી આપતો પત્ર પ્રમાણપત્ર

6.દરરોજ ની ખબરો કે સમાચાર આપતું પત્ર વર્તમાનપત્ર

7.સહન ન થાય એવું અસહ્ય

8.કારણ વિના નિષ્કારણ

9.જેનો કદી નાશ ન થાય તેવું અવિનાશી

10.વર્ણવી ન શકાય એવું અવર્ણનિય

11.દોષ વગરનું નિર્દોષ

12.જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવિ સ્ત્રી વિધવા

13.જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મોક્ષ

14.ગટરનું મેલું પાણી જેમાં ભેગું થાય તે કુંડી ખાળકુંડી

15.કણસણાં ઝુડીને અનાજ કાઢવાની જગ્યા ખળું

16.વેદપુરાણ વગેરે જેવા ધર્મશાસ્ત્રો આગમનિગમ

17.મુળંમાં હોય એના જેવી જ કૃતી પ્રતિકૃતિ

18.વેક્ષોની હારમાળા વનરાજિ

19.આધાત પેદા કરે એવું અધાતજનક

20.જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનુ સાધન આજીવિકા

21.ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા ચોરો

22.પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી પ્રોષિર્તૃકા

23.બારણુ બંધ રાખવાનો લા>બો આડો દંડો ભોગળ

24.તાવ માપવાનું સાધન થર્મોમિટર

25.ઢોરને ખાવા માટે એની આગળ મિકેલો ચારો નિરણ

26.આભાસી લગતુ જળ મૃગજળ

27.નિધાર્થીને ભણતરના ખર્ચ પેટે મળતી સહાય શિષ્યવૃતિ

28.માથાના વાળ શિર કેશ

29.માણસ વિનાનું નિર્જન

30.પાણી નો નાનો પ્રવાહ વહેળો

31.જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પતિ વિધુર

32.પોતાનો નાશ કરનારું આત્મનાશક

33.ઉગ્ર સ્વભાવ ની સ્ત્રી ચંડી

34.કાર્યમાં પરોવાયેલું પ્રવૃત

35.જવાબદારી વિનાનુ બેજવાબદારી

36.મળવું મુશ્કેલ દુર્લભ

37.ઢોરના ગળે બાંધવા માટેનું દોરડું અછોડો

38.બધા પાસા તપાસીને ક્યાસ કાઢવાની ક્રિયા સમાલોચન

39.નવ ફુટેલું પાન કુંપણ

40.પતિને સાંસરિક ફરજમાં સાથ આપનારી સ્ત્રે સહધર્મચારિણી

41.મોહ ઉત્પન્ન કરનાર સૌંદર્ય મોહિની

42.સાંજના સમયે નિકલતું સરધસ સાયંફેરી

43.જમીન ઉપરનો કર મહેસૂલ

44.તેલમિશ્રિત રંગોથી દોરવામાં આવેલું ચિત્ર તૈલચિત્ર

45.સાંકડો પગ રસ્તો પગદંડી

46.ઇચ્છા કરવા યોગ્ય સ્પૃહણિય

47.જેને પતિનો વિરહ થયો છે તેવી સ્ત્રી વિરહિણી

48.મનમાં વિચારોનું મંથન ચાલવાની ક્રિયા મનોમંથન

49.જિની બુધ્ધી સ્થિર છે તવો સ્થિતપ્રજ્ઞ

50.છાતીના રક્ષણ માટેનું કવચ વૃક્ષ:સ્ત્રાણ